ENTERTAINMENT

‘જેલમાં હતો ત્યારથી જ મને.. ‘સંજુબાબાએ પોતાની વિચિત્ર આદતનો કર્યો ખુલાસો

સંજય દત્ત અત્યારે બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ડિરેક્ટર્સની ડિમાન્ડ લિસ્ટમાં ટોપ પર છે. પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરે છે. સંજય દત્ત એવા સ્ટાર્સમાંથી એક છે જેઓ સાઉથ સિનેમામાં પોતાનું સ્થાન જમાવી શક્યા છે. સંજય દત્ત સાઉથની ફિલ્મોમાં રાજ કરતા જોવા મળે છે. અભિનેતા પાસે ઘણી મોટી ફિલ્મો પાઇપલાઇનમાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ

સંજય દત્તનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. આ વાયરલ વીડિયોમાં સંજુબાબા પોતાની એક વિચિત્ર આદત વિશે ખુલીને વાત કરી રહ્યા છે. આ એક ક્લિપ વાયરલ થઇ છે જેમાં સંજય દત્ત, અજય દેવગણ અને અભિષેક બચ્ચન પણ બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ક્લિપમાં સંજય દત્ત જ્યારે તેઓ જેલમાં હતા તે વિશેની વાત કરી રહ્યા છે. જો કે આ વાતની શરૂઆત અભિષેક બચ્ચન કરે છે.

સંજય દત્તે વિચિત્ર આદતનો કર્યો ખુલાસો

વીડિયો ઘણો જૂનો છે. જેમાં રિતેશ દેશમુખ, સાજિદ ખાન સહિત અન્ય સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે. અભિષેક કહે છે કે સંજુબાબા ક્યારેય આડા પડીને સૂઇ નથી જતા. તેઓ હંમેશા બેઠા બેઠા જ ઉંઘે છે. તેઓ તકિયો મૂકીને પગ ઉપર ચઢાવીને બેઠા બેઠા જ સૂઇ જાય છે. આ સાંભળીને સાજિદ ચોંકી જાય છે અને સંજય દત્તને પૂછે છે કે શું તેઓ બેઠા બેઠા સૂઈ જાય છે? આ અંગે સંજય આખી વાતનો ખુલાસો કરતા કહે છે કે હું જેલમાં હતો ત્યારથી મને આવી જ રીતે સુવાની આદત પડી ગઇ હતી.

મને અત્યારે પણ આવી આદત છે..

વીડિયોમાં સંજય દત્ત કહે છે કે જેલમાં છેક ઘૂંટણ સુધી પાણી ભરાઇ જતુ હતું. એટલા પાણીમાં ઉંઘવુ પડતુ હતુ. ભારે વરસાદ પડે ત્યારે જેલમાં પાણી ભરાઇ જતુ હતું. આથી સંજય દત્ત ઘૂંટણ ઉપર કરીને વીડિયોમાં જણાવે છે કે હું આ રીતે સૂઇ જતો હતો. એટલે ત્યારથી મને આવી રીતે સુવાની આદત પડી ગઇ છે. સંજય દત્તની આ વાત સાંભળીને માહોલ શાંત થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્તે પોતાના જીવનમાં અનેક ચઢાવ ઉતાર જોયા છે. તેઓ જેલમાં પણ જઇ આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button