Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દશેરા નિમિતે ટ્રેડીશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક, બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે વિજયાદશમી (દશેરા). પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે.
દાદાને કરાયો ભવ્ય શણગાર
વિજયાદશમી (દશેરા) નિમિતે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘા અને દાંડિયા -શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો.સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન-આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આજે વિજયા દશમી નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગોંડલમાં બે દિવસની મહેનતે તૈયાર થયેલા શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા છે. હનુમાનજીના સિંહાસને નાળિયેર, માટલી અને ગુલાબના ફુલનો શણગાર કરાયોછે. આજે સાંજે હનુમાનજીનું રાજોપચાર પૂજન અને તેમની સમક્ષ શસ્ત્ર પૂજન પણ કરાશે.
સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું હતું.
Source link