GUJARAT

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એનર્જી એફિશિયન્સી માટે જીત્યો પ્લેટિનમ એવોર્ડ

વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ(SVPIA)ને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે. 26 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આયોજીત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ (SEEM) એવોર્ડ્સ કેટેગરીમાં આ સન્માન પ્રાપ્ત થયું છે.

આ કામગીરીને લઈને મળ્યો એવોર્ડ

અમદાવાદ એરપોર્ટને આ પુરસ્કાર અનેક ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ પહેલો માટે મળ્યો છે. જેમાં ઓછા ઉર્જા વપરાશ સાથે અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રીફ્યુગલ ચિલરની સ્થાપના જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. SVPI એરપોર્ટની પહેલોના પરિણામે 30% ઊર્જા બચત થાય છે. લાઇટિંગ અને ઓછા વીજ વપરાશને નિયંત્રિત કરવા માટે ઓફિસોમાં 50 થી વધુ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે. બેલ્ટ-સંચાલિત ફેન્સના સ્થાને ઉર્જા કાર્યક્ષમ ફેન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) સિસ્ટમમાં ઊર્જા વપરાશમાં 25% જેટલો ઘટાડો થયો છે.

અંદાજે વાર્ષિક 5,000 લિટર ડીઝલની બચત

SVPI એરપોર્ટ પર આઠ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનોના સ્થાને ઇલેક્ટ્રીક વાહનો (EVs) મુકવામાં આવ્યા હતા. જેના કારણે અંદાજે વાર્ષિક 5,000 લિટર ડીઝલની બચત અને ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો હતો. 33 ટન રેફ્રિજરેશન (TR) ફેન કોઇલ યુનિટ્સ (FCUs) એકમો સામે વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા. જેના પરિણામે પરંપરાગત એર કન્ડીશનીંગ એકમોની સરખામણીમાં લગભગ 25% વીજળી બચાવે છે. SVPIA ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજીને અને ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. આ પ્લેટિનમ એવોર્ડ હરિયાળી અને વધુ ટકાઉ એરપોર્ટ સુવિધા બનાવવા પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button