સૌરાષ્ટ્રમાં મગફળીનું પિલાણ કરતી મિનિ ઓઈલ મીલનો ઉદ્યોગ ગામે-ગામ ગૃહ ઉદ્યોગ બન્યો છે. સૌરાષ્ટ્રમાં 500થી વધારે કચ્ચી ઘાણી ઓઈલ મિલો હાલ ધમધમી રહી છે. જેમા ગીર સોમનાથ પંથકમાં 150થી વધુ મિનિ ઓઈલ મિલો ધમધમી રહી છે.
દિવાળીના 15 દિવસ બાદથી આ મિનિ ઓઈલ મિલો ધમધમવા લાગે છે જે 14 જાન્યુઆરી સુધી ચાલુ રહે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ વર્ષથી કચ્ચી ઘાણીના તેલ ખાવા વાળાની સંખ્યામાં વધારો થયો છે. તેમાં શહેરી લોકો પણ ગામડામાંથી સીધા ખેડૂત પાસેથી મગફ્ળી ખરીદી કરી અને બારેમાસનું ખાદ્ય તેલ કઢાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પણ ફયદો થઈ રહ્યો છે.મગફ્ળીના ભાવ આ વર્ષે ઓછા હોવાથી લોકોને ખેડૂત પાસેથી મગફ્ળી લઈ અને પીલાણ કરાવે છે. તેમાં સીંગતેલનો ડબ્બો 2600 થી 2800 માં પડે છે. ઘાણીનું સિંગતેલ ડબલ ફ્લ્ટિર કરેલું હોવાથી આખું વર્ષ તેનો સંગ્રહ કરી શકાય તેમાં કોઈ પ્રકારની ફરિયાદ રહેતી નથી. મીની ઓઈલ મિલ ધારકો જોબવર્ક કરી આપે છે જેમાં ખેડૂતો પોતાની મગફ્ળી લઈને આવે છે. તેમાંથી જે સિંગખોળ નીકળે છે તે બજાર ભાવથી રાખે છે પોતાની મજૂરી બાદ કરતાં એક ડબ્બે 250 થી 300 રૂપિયા સુધીનું વળતર આપે છે. મગફ્ળીના વેપારીએ જણાવ્યું કે આ વર્ષે મગફ્ળીનું ઉત્પાદન સારું છે પણ બજારમાં ભાવ નથી. સરકારના ટેકાના ભાવ જાહેર કરેલા છે પણ તેમાં મોટાભાગના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું નથી.
Source link