GUJARAT

Savarkundla: ગણેશજીને 21 લાખ રૂપિયાની નોટનો શણગાર, આકર્ષણનું કેન્દ્ર બન્યો આ પંડાલ

સમગ્ર ભારતમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગણપતિજીની વિવિધ પ્રકારે આરાધના અને ભક્તિ કરવામાં આવે છે. ગણપતિના પંડાલોમાં વિવિધ પ્રકારે ગણેશજીને શણગારીને સજાવવામાં આવે છે, ત્યારે સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે. અહીં ગપણતીજીને રૂપિયા 21 લાખની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે.

છેલ્લા 11 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી

દિન પ્રતિદિન ગણેશ આરાધનાનું મહત્વ વધી રહ્યી છે, ત્યારે સાવરકુંડલાના સદભવના ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવણી કરી રહી છે. સદભવના ગ્રુપના ગણેશ પંડાલમાં વિરાટ ગણેશજીની ફરતે ચલણી નોટોની રૂપિયા 10થી લઈને 500 સુધીની ચલણી નોટોની દિવાલ બનાવવામાં આવી છે અને ગણેશજીને શણગારવામાં આવ્યા છે. એક નવાજ હેતુ સાથે ગણપતિને લખપતિ બનવાયા છે. આ લખપતિ ગણેશજીના દર્શના કરીને ભાવિક ભક્તજનો ભાવવિભોર થઈ જાય છે.

રૂપિયા 21 લાખનો શણગાર ગણપતિજીને કરવામાં આવ્યો

મંદીના સમયમાં ગણેશજીને લખપતિ બનાવીને નવા જ રૂપ રંગ સાથે શણગારેલા જોઈને દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણેશજી બન્યા લખપતિ. આજે અહીં રૂપિયા 21 લાખની ચલણીનોટનો શણગાર કરવામાં આવ્યો છે. સદભાવના ગ્રુપમાં દર વર્ષે અવનવા શણગાર કરવામાં આવે છે. છેલ્લા 15વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરેલી જિલ્લામાં માત્ર સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા રૂપિયાનો શણગાર કરવામાં આવે છે.

સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી સમાજ ઉપયોગી કામ કરવામાં આવે છે

સદભાવના ગ્રુપના ગણેશ પંડાલમાં લખપતિ ગણપતિના દર્શનાર્થે દર્શનાર્થીઓ ઉતાવળે પગલે હોંશે હોંશે આવી રહ્યા છે, આ લખપતિ ગણેશજીને જોઈને લોકો એક નવો જ અનુભવ કરી રહ્યા છે. અહીં 21લાખ રૂપિયાની ચલણી નોટોના શણગારેલા ગણેશજીની આરતી,પૂજા અને વંદના કરવામાં આવે છે. સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી સમાજ ઉપયોગી કામ પણ આ ગણેશ ઉત્સવમાં કરવામાં આવે છે.

સાવરકુંડલામાં સેવાકીય પ્રવુતિથી પ્રસિદ્ધ પામેલા સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને છેલ્લા 11 વર્ષથી અલગ અલગ રીતે શણગાર કરી સમગ્ર જીલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે અને આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરીને સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button