સાયલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ધારાડુંગરી ગામની સીમમાં આવેલ એક વાડી પાસેના સરકારી ખરાબમાં દરોડો કરતા રાતના સમયે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.
એલસીબી દ્વારા ભઠ્ઠી સ્થળ પરથી બે બેરલમાં ભરેલો 400 લીટર ગરમ આથો, ચાર બેરલમાં ભરેલો 800 લીટર ઠંડો આથો, 175 લીટર દેશી દારૂ સહિત રૂ. 70,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની ટીમે ભઠ્ઠી સંચાલક અને બુટલેગર વિજય સુખાભાઇ સારલા રહે. હાલ ધારાડુંગરી મૂળ રહે. નળખંભા, તા.થાનગઢ વાળો ખાખીની ગંધ પારખી અગાઉથી છૂમંતર થઇ જતા તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Source link