સાયલા તાલુકામાં ઠંડીની શરૂઆત સાથે જ તસ્કરોનો સળવળાટ જોવા મળી રહ્યો હોઇ તેમ અલગ અલગ બે સ્થાનો પરથી બાઇક ચોરાયાની ઘટનાઓ બનવા પામી હતી. પંદર જ દિવસના સમયગાળામાં બે બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ત્યારે બન્ને બનાવોની ફ્રિયાદો ભોગ બનનાર વાહન માલિકો દ્વારા દાખલ કરાઈ હતી.
સાયલા હાઇવે હોટેલ ચલાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા ગત 16મી નવેમ્બરે તેમનું બાઈક હોટલ પાસે પાર્ક કરી આબુ જવા રવાના થયા હતા. રાતના સમયે હોટલ પર હાજર તેમના માણસે સવારે બાઇક જોવા નહીં મળતાં ધર્મેન્દ્રસિંહને ફેન કરી જણાવી વાહનની તપાસ કરતા કોઇ જ અતોપતો ના મળતા તેમણે પોતાના વાહન જેની કિંમત રૂ. 30,000ની ચોરી થવા બાબતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બનાવની મળતી માહિતી મુજબ સાયલા – ચોટીલા હાઇવે પર નવા સુદામડા ગામના બોર્ડ સામે પાઇપનું કારખાનું ધરાવતા જીજ્ઞેશભાઇ વશરામભાઇ પટેલ ગત તા. 29મી નવેમ્બરે રાતે ઓફ્સિ રુમ પાસે પોતાનું બાઈક રાખી અંદર સુતા હતા. તે સમયે તેમનું સ્પ્લેન્ડર બાઇક કિંમત રૂ. 25,000નું સવારે તે સ્થળે નહીં દેખાતા તેમણે શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાઇક ના મળતા તેમના દ્વારા અજાણ્યા વાહન ચોર ઇસમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ હતી. સાયલા પોલીસ દ્વારા બંને બાઇક ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરાઈ છે.
Source link