સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા જીવણભાઇ મગનભાઇ મકવાણાએ મંગળવારની સાંજે પોતાના ઘરે અગમ્ય કારણસર એસિડ ગટગટાવી લેતાં તેમને તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
પરંતુ એસિડની ગંભીર અસર થવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર તેમજ ત્યાંથી રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતુ એસિડની ગંભીર અસર થવાને કારણે ચાલુ સારવાર દરમ્યાન જ તેમનું કરુણ મોત નિપજતાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. મૃતક જીવણભાઇ મકવાણાના મિત્ર વર્તુળમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ તેઓ થોડા સમયથી ચિંતાગ્રસ્ત હાલતમાં રહેતા હતા. હોમગાર્ડ યુવાનના અકુદરતી મોત બાદ સાયલા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ ઘર કંકાસને કારણે તેમણે આવું પગલું ભર્યું હોવાનું અનુમાન છે. ત્યારે તેમની લાશનું રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
Source link