- રાજકોટથી આબુ જવા ગાડીમાં નીકળ્યા હતા પાંચ મિત્રો
- બાઈક ચાલકને બચાવવા જતાં કાર પલટી ખાઈ ગઈ
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર અકસ્માત થયો છે. સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર કાર પલ્ટી ખાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે, ત્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
રાજકોટથી આબુ જવા નીકળેલા 5 મિત્રોની કારનો અક્સ્માત હાઈવે પર સર્જાયો હતો, જેમાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને તેમાં એક મિત્રનું મોત થયુ છે અને અન્ય 4 મિત્રો ઈજાગ્રસ્ત થયા છે, જેમને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના વેપારી યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ઈજાગ્રસ્ત થયેલા મિત્રોને રાજકોટ, સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
બાઈકને બચાવવા જતા ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી ખાઈ ગઈ
હાઈવે રોડ પર બાઈડ આડુ ઉતરતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને બાઈકને બચાવવા જતા ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી ખાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ હાઈવે રોડ પર અગાઉ પણ ઘણા અકસ્માતના બનાવ બની ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત નેશનલ હાઈવે રક્તરંજિત બન્યો છે.
અરવલ્લીના બાયડમાં ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત
થોડા દિવસ પહેલા જ અરવલ્લીના બાયડમાં ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. બાયડના સરહદી ચપટીયા ગામે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાયડના કપડવંજ હાઈવે પર થયો હતો. જેમાં કૂલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાયડમાં થયેલા આ મોટા અકસ્માતમાં 15 લોકોને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા ટ્રકનો ડાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને તેને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માતની ઘટના બનવાના કારણે હાઈવે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
Source link