- બન્ને પક્ષે કુલ 18 સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી
- સામા પક્ષે પત્નીએ પણ ઘરેલુ હિંસા અને મારામારીની ફરિયાદ નોંધાવી
- લગ્ન 14 વર્ષ પહેલા તેમની શેરીમાં જ રહેતા પુનીબેન દેવશીભાઈ ત્રમટા સાથે થયા છે
સાયલા તાલુકાના ધાંધલપુર ગામે એક જ શેરીમાં લગ્ન કરનાર પતી-પત્નીના પરીવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બન્ને પક્ષે 18 આરોપીઓ સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ધાંધલપુર ગામે રહેતા 32 વર્ષીય રામાભાઈ જીવાભાઈ ધીયડ ડ્રાઈવીંગ કરે છે. તેમના લગ્ન 14 વર્ષ પહેલા તેમની શેરીમાં જ રહેતા પુનીબેન દેવશીભાઈ ત્રમટા સાથે થયા છે. થોડા દિવસો પહેલા રામાભાઈ પર ખોટા શક-વહેમ રાખી પુનીબેને બોલાચાલી કરી હતી. અને રીસામણે જતા રહ્યા હતા. ત્યારે ગત તા. 19મી ઓગસ્ટે રામાભાઈના સાસરી પક્ષના શેખા દેવશીભાઈ ત્રમટા, આપા અરજણભાઈ ત્રમટા, અરજણ રાણાભાઈ ત્રમટા, હાજા રાણાભાઈ ત્રમટા, દેવશી શામળાભાઈ ત્રેટીયા, પુનીબેન રામાભાઈ ધીયડ, જોમીબેન દેવશીભાઈ ત્રમટા, વાલીબેન દેવશીભાઈ ત્રમટા અને જેઠીબેન દેવશીભાઈ ત્રમટાએ એક સંપ કરી બાઈક લઈને જતા રામાભાઈની સામે અવરોધ કરી ઢીકાપાટુ અને લાકડી વડે રામાભાઈ અને મોટા બા રત્નુબેનને માર માર્યો હતો. જયારે સામાપક્ષે પુનીબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ઘરકામ અને ખેતીકામ બાબતે સાસરીયાઓ અવારનવાર શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા. જયારે મોટા સાસુ તું કરીયાવરમાં કંઈ લાવી નથી તેમ કહી મેણાટોણા મારતા હતા. થોડા દિવસો પહેલા પતિએ માર મારી ઘરેથી તેઓને તગેડી મુકયા હતા. જયારે તા. 19મીએ પુનીબેનના ભાઈ આપાભાઈ અને શેખાભાઈને માર માર્યો હતો. આથી પુનીબેને પતી રામાભાઈ જીવાભાઈ ધીયડ, સગરામ જાલાભાઈ ધીયડ, રત્નુબેન જાલાભાઈ ધીયડ, જીવાભાઈ નારાયણભાઈ ધીયડ, ભરતભાઈ જીવાભાઈ ધીયડ, વિજય જીવાભાઈ ધીયડ, લાલા જીવાભાઈ ધીયડ, ગભરૂ જાલાભાઈ ધીયડ અને રાધીબેન ગભરૂભાઈ ધીયડ સામે ફરીયાદ નોંધાવી છે. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એ.આર.ડાંગર ચલાવી રહ્યા છે.
Source link