- ખનીજ ઉદ્યોગમાં ગેરકાયદે ચાલતા વાહનો પર તંત્રની લાલ આંખ
- કપચી, રેતીનું પરિવહન કરતા 16 વાહનોને પોલીસે મેમો ફટકાર્યો
- નંબર પ્લેટ, લાયસન્સ વગર દોડતા વાહનો પર તવાઈ, ગેરકાયદે ચાલતા વાહન માલિકોમાં ફફડાટ
ખનીજ ઉદ્યોગમાં ગેરકાયદે ચાલતા વાહનો પર તંત્રએ લાલ આંખ કરી છે અને સાયલામાં આવા 16 ડમ્પરને પોલીસે ડિટેઈન કર્યા છે. ત્યારે ડમ્પરો ડિટેઈન કરવામાં આવતા માલિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
કપચી, રેતીનું પરિવહન કરતા 16 વાહનોને પોલીસે મેમો ફટકાર્યો
સાયલા પંથકમાં નીકળતા ખનીજના પરિવહનમાં વપરાતા કેટલાક વાહનો વાહન વ્યવહારના નિયમોનો છડે ચોક ભંગ કરતા હોવાની વાતને લઈ તંત્ર દ્વારા આવા ડમ્પરો વિરુદ્ધ આકસ્મિક ચેકીંગ હાથ ધરી તવાઈ બોલાવતા 16 જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવતા વાહન માલિકોમાં દોડધામ મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે પોલીસે કપચી, રેતીનું પરિવહન કરતા 16 વાહનોને મેમે પણ ફટકાર્યો છે. આ સાથે જ પોલીસે નંબર પ્લેટ, લાઈસન્સ વગર દોડતા વાહનો પણ તવાઈ બોલાવી છે.
ગેરકાયદે ચાલતા વાહન માલિકોમાં ફફડાટ
ત્યારે તંત્રએ કરેલી કાર્યવાહીમાં ખનીજ ભરેલા કે ખાલી એવા વાહનોમાં સાયલા પોલીસે 11 તથા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા 5 એમ કુલ 16 વાહનોને ડીટેઇન કરીને આર.ટી.ઓ ના મેમા ફટકારતા ગેરકાયદે ચાલતા વાહનોના માલિકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
અરવલ્લીમાં બેફામ વાહન ચલાવતા ચાલકો સામે 11 ગુના દાખલ, 36 વાહન ડિટેઈન કરવામાં આવ્યા
થોડા મહિનાઓ પહેલા જ અરવલ્લીમાં માર્ગ અકસ્માતો અટકાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કડક રીતે થાય તે માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરી બેદરકારીથી અને પુર ઝડપે વાહન હંકાવનારા 11 લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને 36 જેટલા વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. જેથી વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
Source link