સાયલા – ચોટીલા નેશનલ હાઇવે પર રોડ ની સાઇડ માં બાઇક લઇ ઊભેલા યુવાનને પાછળ થી યમદૂત બની ને આવેલી કારે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બેફામ ગતી એ આવેલી કાર ના ચાલકે બાઇક સાથે યુવાનને રોડ વચ્ચે સુધી ઢસડી ને લઇ જતા ગંભીર ઇજાઓ થવા પામી હતી.
અક્સ્માત બાદ રોડ પર આસપાસના લોકો એકઠા થતા ચાલક કાર મૂકીને નાસી છૂટયો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સાયલા હાઇવે પર બનેલ અકસ્માતની પ્રાપ્ત થતી વિગતો મુજબ ઢેઢુકી ગામે રહી મજૂરી કામ કરતા માધાભાઇ કાનાભાઇ મકવાણા ઉ.વ 45 વાળા બાઇક લઇ ને રોડ ની બાજુમાં ઊભા હતા ત્યારે જ પાછળ થી પૂરપાટ ધસી આવેલી એક ફોર વ્હીલ કારે ઠોકર મારતા બાઇક નો કડૂસલો નીકળી જવા સાથે યુવાનને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ કરુણ મોત નીપજતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અક્સ્માત બાદ રોડ પર ટ્રાફ્કિ જામ થઇ જતા વાહનો ની કતારો લાગવા પામી હતી અને સાયલા પોલીસ ને જાણ થતા તુરંત સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવી મૃતક ની લાશને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
Source link