ઝાલાવાડ ના સાયલામાં સાડત્રીસ વર્ષો પહેલા ચાલતી રેલ્વે ની નેરોગેજ પ્રકારની ટ્રેન ‘બાપુ ગાડી’ તરીકે આગવી ઓળખ ધરાવતી હતી.આઝાદી કાળ સમયે સાયલા સ્ટેટ દ્વારા લોકો ને સસ્તી અને આરાદાયક મુસાફરી મળે તે માટે શરૂ કરાયેલ ટ્રેન સાયલા થી વાયા ફૂલગ્રામ, રામપરા,માળોદ થઇ હાલના જોરાવરનગર સ્ટેશન સુધી જતી હતી.
સાડા ત્રણ દાયકા પહેલા જે લોકો એ આ બાપુ ગાડી માં મુસાફરીનો આનંદ લીધો હતો તેઓ આજે પણ તે વખતના ભવ્ય સંસ્મરણો વાગોળી રહ્યા છે ત્યારે હાલ સ્ટેશન ની ખંડેર ઇમારત પણ ભવ્ય ભૂતકાળ ની સાબીતી આપતી જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.તે સમયે આ ગાડીના લીધેલા ફોટોગ્રાફ્ ભલે જૂના થઇ ગયા હોઇ પરંતુ લોકોના માનસપટ પર હજુ યાદો જીવંત બની રહી છે.સાડા ત્રણ દાયકા બાદ હાલ સાયલા રેલવે ની સેવા થી વંચિત રહેવા પામ્યું છે.
Source link