આરકોમ અને અનિલ અંબાણીને SBIએ ફ્રોડ જાહેર, લોકસભામાં મંત્રીએ જવાબ આપ્યો

લોકસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 13 જૂન, 2025ના રોજ એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર SBIનું મસમોટું દેવું બેંકના જણાવ્યા અનુસાર કંપની પર ઓગસ્ટ 2016થી આજ સુધી રૂ. 2227.64 કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે.
બેંકે અગાઉ આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી.
બેંકો પાસેથી કુલ 31,580 કરોડની લોન લીધી હતી
એસબીઆઈએ કહ્યું કે તે હવે આરબીઆઈના વર્તમાન નિયમો મુજબ આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપશે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આર કોમ અને તેના સહયોગી એકમોએ બેંકો પાસેથી કુલ રૂ. 31,580 કરોડની લોન લીધી હતી.