ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશના પ્રથમ દાવ 149 રનના સ્કોરે સમેટાઈ ગયો હતો પરંતુ પ્રવાસી ટીમની ઇનિંગ દરમિયાન એક યુનિક રેકોર્ડ નોંધાયો હતો. બાંગ્લાદેશના ટોચના ચારેય બેટ્સમેન ડાબોડી છે અને ભારતમાં હરીફ ટીમની કોઈ ઇનિંગમાં ટોચના ચાર બેટ્સમેનો ડાબોડી હોય તેવો આ બીજો બનાવ બન્યો છે.
પ્રથમ દાવમાં બાંગ્લાદેશ માટે બેટિંગમાં આવેલા ટોચના ચાર બેટ્સમેન શદમાન ઇસ્લામ, ઝાકીર હસન, નજમુલ હુસૈન શાન્તો અને મોમિનુલ હક ચારેય ડાબોડી છે. જોગાનુજોગ ભારતમાં બીજો બનાવ પણ ચેપોક સ્ટેડિયમ ખાતે જ બન્યો છે. અગાઉ 2004માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પ્રવાસી ટીમ તરફથી મેથ્યૂ હેડન અને જસ્ટિન લેંગરે ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. ત્રીજા ક્રમે એડમ ગિલક્રિસ્ટ અને ચોથા ક્રમે સાયમન કેટિચ બેટિંગમાં ઉતર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ ટીમના ટોચના ચારેય બેટ્સમેનો ડાબોડી હોય તેવો 15 મેચમાં 21મો બનાવ બન્યો છે. આ રેકોર્ડમાં 14 ઇનિંગ્સ બાંગ્લાદેશના નામે નોંધાયેલી છે. બાંગ્લાદેશની નવ ટેસ્ટની 14 ઇનિંગ્સમાં આ રેકોર્ડ સર્જાયો છે.
Source link