ભુજની પાલારા ખાસ જેલ ફરી એક વાર ચર્ચામાં આવી છે. ભૂજની ખાસ પાલારા જેલમાં સિક્રેટ કમ્બાઈડ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન, ચાર્જર, રાઉટર અને USB કેબલ સહિતની વસ્તુઓ મળી આવી. આરોપી મનીષા ગોસ્વામીની બેરેકમાંથી ફોન મળી આવ્યો. મનીષા જયંતિ ભાનુશાલી હત્યા કેસની આરોપી છે. એલસીબી, એસઓજી, મહિલા પોલીસ, પેરોલ ફર્લો ટીમ દ્વારા જેલમાં સયુંકત કાર્યવાહી કરવામાં આવી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી.
અગાઉ પાલારા ખાસ જેલમાંથી 3 મોબાઈલ મળ્યા હતા
પાલારા ખાસ જેલમાંથી ત્રણ જેટલા મોબાઇલ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. જેલના બેરક નંબર 5 અને 8 માંથી 3 મોબાઇલ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. આ બાબતે પાલારા જેલ વિભાગ દ્વારા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
ક્યાંથી મળ્યા હતા મોબાઈલ
ભુજની ખાસ પાલારા જેલમાં મહિલા યાર્ડમાં ચેકીંગ હાથ ધરાઇ હતી. ઇનપુટના આધારે પાલારા જેલમાં બેરક નંબર 5 અને 8 માં તપાસ દરમિયાન 3 મોબાઇલ મળી આવ્યા હતા. બે સાદા તથા એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન બેરકની અંદર છુપાવેલા હતા, પાલારા જેલ દ્વારા મોબાઈલ મળવા અંગેની ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાલારા ખાસ જેલ વિવાદમાં
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ માધાપરના આહીર યુવક દિલીપ આહીરના ચર્ચાસ્પદ બનેલા હનીટ્રેપ કેસનું ષડયંત્ર ભુજની ખાસ પાલારા જેલમાં બેસીને મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામીએ રચ્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ દ્વારા ઇનપુટ મળતા તેના આધારે પાલારા જેલમાં મહિલા યાર્ડમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાંથી એક મોબાઇલ અને ચાર્જર તેમજ બે સિમ મળી આવ્યા હતા. આ અગાઉ પણ એલસીબીની ટીમને ત્રણ મોબાઈલ અને ત્રણ ચાર્જર મળ્યા હતા. તો ફરીવાર મોબાઈલ મળતા આગામી સમયમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે.
Source link