વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો.
4 રાજ્યમાં 5 હત્યાની કરી કબૂલાત
આ સિરિયલ કિલરે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબૂલાત કરી છે. આ આરોપીએ 8મી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના ત્રણ સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પ દૃષ્ટિવાળા ઈસમને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરી હતી. આરોપી હજુ 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે જેને પગલે હત્યાના આંકડા હજુ વધી શકે છે.
રોકડા રૂપિયા તેમજ મોબાઈલ લૂંટ્યા
પારડી પોલીસે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટને રિમાન્ડ દરમિયાન યુક્તિપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. ટેક્નિકલ ડેટાના આધારે કડક પૂછપરછ કરતાં આરોપીએ 8 જૂન 2024એ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પ દૃષ્ટિવાળા યુવાનને લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી 3 રેલવે સ્ટેશન બાદ વાતચીત કરીને વિશ્વાસ કેળવી લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો. સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી રેલવે સ્ટેશનથી વડોદરા જતાં મેઈન રોડ તરફ લઈ જઈ થોડે દૂર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો હતો. જ્યાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આમ, સિરિયલ કિલર આરોપી રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસે રહેલી રોકડ રકમ તેમજ મોબાઈલ લૂંટી લીધો હતો.
આરોપી હજુ રિમાન્ડ હેઠળ અનેક રહસ્યો ખુલી શકે
આરોપી રાહુલે જાટે વર્ણવેલા વર્ણન મુજબ વડોદરામાં પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. આ આધારે ખાતરી કરીને આ કામે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માતે મોતની ઘટનાની નોંધ કરવામાં આવી હતી. આરોપી રાહુલ જાટે કરેલી હત્યાની કબૂલાત કર્યા બાદ ડભોઈ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આરોપી હજુ રિમાન્ડ હેઠળ છે તો અનેક રહસ્યો પર થી ઉઠી શકે છે.
Source link