ખેડા જિલ્લામાં માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં આક્ષેપો કર્યા. હાલના માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સામે આક્ષેપ કર્યા. કલ્પેશ પરમારએ મોબાઈલ અને બુલેટ બાઈકની માગ કર્યાના આક્ષેપ સોલંકીએ કર્યા છે.
સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં હું જ્યારે ભાજપનો ધારાસભ્ય હતો ત્યારે કલ્પેશભાઈ પરમારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા મહેનત કરી હતી. વસઈ, ભલાડા જેવા ગામે ગામ જઈને આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા પ્રચાર કરતા હતા. અમિતભાઈ અને કલ્પેશભાઈ સાથે મળી પરીએજ તાલુકા પંચાયત સીટ હરાવવામાં મોટો ફાળો હતો. આ તમામ આક્ષેપો પુરવાર કરવા માટે પણ હું તૈયાર છું.
મારી પર લગાવેલા આક્ષેપ તમામ ખોટા છે: કલ્પેશ પરમાર
આ બાબતે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું કે, કેસરીસિંહ સોલંકીએ લગાવેલા તમામ આરોપો ખોટા છે. અને જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે મારા વિરૂદ્ધ પ્રચાર કરતા હતા અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરતા હતા. અને પ્રચાર બાબતે જો હું જોડાયો હોય તો પ્રૂફ આપવા જોઈએ. અને મેં નહીં પણ એ ભાઈએ આમ આદમી પાર્ટીનો પટ્ટો પહેર્યો છે. મને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યું ત્યારે કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
Source link