GUJARAT

Suratમાં રિક્ષાચાલક પિતાની ગંભીર બેદરકારી, 3 વર્ષના પુત્રને રિક્ષા ચલાવવા આપી

સુરતમાં વધુ એક વાહનચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. રીક્ષાચાલકે તેના માસુમ 3 વર્ષના બાળકને રીક્ષા ચલાવવા આપી તેવો વીડિયો સામે આવ્યો છે. બાળકની રીક્ષાસવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રીક્ષાચાલકની બેદરકારીથી અકસ્માતનો ખતરો ઉભો થઈ રહ્યો છે. એટલું જ નહીં પાછળ 8 વર્ષનો બાળક બેઠેલો જોવા મળ્યો. માત્ર 3 વર્ષના બાળકને રીક્ષાનું સ્ટેરીંગ હાથમાં આપી રીક્ષા ચલાવવા આપી બાળકોની સાથે રાહદારીઓ અને બીજા લોકોના જીવને જોખમમાં મુકી દીધા. માત્ર ત્રણ વર્ષના બાળકે ભીડભાડ અને જાહેર રોડ પર રીક્ષા ચલાવી લોકોનો અને બાળકોનો જીવ જોખમમાં મુક્યો જે કેટલી હદે ગંભીર ભૂલ કહેવાય.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું 

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું .અમરોલી પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી, તમામ ઘટના બાદ જ્યારે રીક્ષા ચાલકને આ અંગે પુછવામાં આવ્યુ તો ભાઇ સાહેબે પોતાનો લુલો બચાવ કર્યો. રીક્ષા માલિકે કહ્યુ કે ભૂલથી રિક્ષામાં ચાવી રહી ગઈ હતી. તેથી બાળકો રીક્ષા લઇ નીકળી ગયા હતા. પોલીસે રીક્ષા માલિક વિરુદ્ધ BNS 281 અને MV એક્ટ મુજબ કાર્યવાહી કરી.

ક્યારેક એક નાનકડી ભૂલ મોટી ગંભીર ઘટનાને આકાર આપતી હોય છે

ક્યારેક એક નાનકડી ભૂલ મોટી ગંભીર ઘટનાને આકાર આપતી હોય છે. નાની એવી એક ભૂલથી બે માસુમ બાળકો સહિત અનેક લોકોના જીવ અધ્ધર તાલ થઇ ગયા. આવી ઘટનાઓ બને ત્યારે લાલબતી સમાન હોય છે જેના પરથી શિખવુ જોઇએ કે આપણા બાળકો કેવી ભૂલ કરી રહ્યા છે. એ લોકોને ખરેખર ખબર જ નથી હોતી કે તેઓ શુ કરી રહ્યા છે પણ ઘરમાં રહેલા તેમના માત-પિતાની ફરજ બને છે કે બાળકો આવી કોઇ ગંભીર ભૂલ ન કરી બેસે. સાવધાની એ જ સલામતી એ આપણે સૌએ હંમેશા યાદ રાખવુ જોઇએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button