TECHNOLOGY

Server Down: અડધી રાત્રે WhatsApp, FB, Insta ઠપ, Metaએ માગી માફી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફરી એકવાર મેટાની સેવા કલાકો સુધી ઠપ થઈ ગઈ હતી. બુધવારે મોડી રાત્રે મેટાની માલિકીની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પહેલીવાર નથી કે જ્યારે યુઝર્સને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. 2024માં ઘણી વખત મેટા સેવાઓ ખોરવાઈ ગઈ છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના વૈશ્વિક આઉટેજ પછી, વપરાશકર્તાઓને એપ્લિકેશન્સને ઍક્સેસ કરવામાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આઉટેજ પછી મોટી સંખ્યામાં વપરાશકર્તાઓએ વિવિધ પ્લેટફોર્મ પર તેના વિશે ફરિયાદ પણ કરી હતી. DownDetector, એક વેબસાઇટ કે જે વિવિધ વેબસાઇટ્સના આઉટેજને ટ્રેક કરે છે, તેણે પણ મેટાની સેવા બંધ થવાની પુષ્ટિ કરી.

ડાઉનડિટેક્ટરએ પુષ્ટિ થઈ

Downdetector અનુસાર એક લાખથી વધુ ગ્રાહકોએ ફેસબુકના આઉટેજની ફરિયાદ કરી હતી. ઈન્સ્ટાગ્રામને લઈને 70 હજારથી વધુ લોકોએ રિપોર્ટ ફાઈલ કર્યા છે. હજારો યુઝર્સે પણ વોટ્સએપ અંગે ફરિયાદ કરી હતી.

વપરાશકર્તાઓને પડી મુશ્કેલી

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના વૈશ્વિક આઉટેજની સમસ્યા બુધવારે મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે શરૂ થઈ હતી. આ સમય દરમિયાન વપરાશકર્તાઓને એપ્લિકેશનમાં લૉગ ઇન કરવામાં તથા સંદેશા મોકલવામાં અને સંદેશા પ્રાપ્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વોટ્સએપ સેવાઓ ખોરવાઈ જતાં જ યુઝર્સે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર આ સમસ્યા શેર કરી હતી. આઉટેજને કારણે WhatsApp વપરાશકર્તાઓને તેમની એપ્લિકેશનને અન્ય ઉપકરણો સાથે લિંક કરવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

મેટાએ માગી માફી

મેટા દ્વારા ત્રણેય પ્લેટફોર્મ પર એક સાથે વૈશ્વિક આઉટેજ અંગે એક ટ્વિટ પણ કરવામાં આવ્યુ હતું. આમાં કંપનીએ લખ્યું છે કે અમે જાણીએ છીએ કે કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે કેટલાક યુઝર્સને એપ્સ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે અમે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેટાએ આ સમસ્યા માટે તેના વપરાશકર્તાઓની માફી પણ માંગી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button