ઉત્તર પ્રદેશના મેરઠમાં એક બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે આ મકાન ધરાશાયી થયું છે. ત્યારે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર ઘણા લોકો હાજર હતા અને કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.
બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ત્યારે આ દુર્ઘટના અંગેની જાણકારી ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતા બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને લોકોને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. બચાવ ટીમની સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે સામે આવ્યા છે અને કામગીરી કરી રહ્યા છે.
બચાવકર્મીઓની સાથે સ્થાનિક લોકો પણ સ્થળ પર હાજર
મળતી માહિતી મુજબ મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકિર કોલોનીમાં આ મકાન ધરાશાયી થયું હોવાની ઘટના બની છે. આશંકા છે કે ઘરની અંદર 10થી વધુ લોકો ફસાયા છે. જોકે બચાવકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને હટાવવા માટે કટર વડે કાટમાળ કાપવામાં આવી રહ્યો છે. બચાવકર્મીઓની સાથે સ્થાનિક લોકો પણ સ્થળ પર હાજર છે અને બચાવમાં મદદ કરી રહ્યા છે. જો કે હજુ સુધી કાટમાળ નીચે ફસાયેલા લોકોમાંથી કોઈને બહાર કાઢવામાં આવ્યા નથી.
SDRF અને NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરીમાં જોડાઈ
ઘરના કાટમાળ નીચે એક જ પરિવારના 8થી 10 લોકો દટાયા છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે તેના પરિવારનો એક સભ્ય અન્ય જગ્યાએ હતો, જેના કારણે તે બચી ગયો છે. જો કે તંત્રને જાણ કરી કે મકાન ધરાશાયી થયું છે અને પરિવારના અન્ય સભ્યો કાટમાળ નીચે ફસાયેલા છે. ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી. ત્યારબાદ SDRF અને NDRFને પણ જાણ કરવામાં આવી છે, તેની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.
3 દિવસથી સતત વરસી રહ્યો છે વરસાદ
તમને જણાવી દઈએ કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મેરઠમાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઘર સાંકડી ગલીમાં આવેલું છે જેના કારણે બચાવ કામગીરી ઝડપી થઈ રહી નથી. એડીજી ડીકે ઠાકુર, કમિશનર સેલવા કુમારી, આઈજી એસએસપી અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતીની પુષ્ટિ થઈ નથી.
Source link