NATIONAL

શાહરુખ-સલમાન વચ્ચે 5 વર્ષ ન કરી વાત, બાબા સિદ્દીકીએ કરાવી મિત્રતા

NCP અજીત જૂથના મોટા નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે રાત્રે અચાનક આ સમાચાર સામે આવ્યા કે જ્યાં એક તરફ તે રાજકારણની દુનિયામાં મોટું નામ ધરાવે છે, તો બીજી તરફ તેનો બોલિવૂડ સાથે પણ ગાઢ સંબંધ છે. બાબા સિદ્દીકીની સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે ખૂબ સારી મિત્રતા હતી.

સલમાન-શાહરુખ સારા મિત્રો

બાબા સિદ્દીકીના ફિલ્મ સ્ટાર્સ સાથે સારા સંબંધો હતા, પરંતુ આજે સલમાન-શાહરુખ સારા મિત્રો છે, તેની પાછળનું કારણ બીજું કોઈ નહીં પણ બાબા સિદ્દીકી હતા. વર્ષોથી એકબીજાથી નારાજ આ બન્ને ખાનને તેણે જ મિત્ર બનાવ્યા.

શાહરૂખ અને સલમાને પાંચ વર્ષ સુધી વાત કરી ન હતી

વર્ષ 2008માં એક પાર્ટીમાં શાહરૂખ અને સલમાન વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે ઝઘડાનું કારણ શું હતું તે કોઈ ચોક્કસ જાણતું નથી. ઝઘડાનું નક્કર કારણ ક્યારેય સામે આવ્યું ન હતું. એક સમય એવો હતો જ્યારે બન્ને એકબીજાના ખાસ મિત્રો હતા અને હંમેશા એકબીજાના સુખ-દુઃખમાં સાથે જોવા મળતા હતા. જો કે, ઝઘડા પછી બન્નેએ એકબીજાથી પીઠ ફેરવી લીધી હતી. બન્નેને એકબીજાનું મોઢું જોવું પણ ગમતું ન હતું.

બાબા સિદ્દીકીએ બન્નેને ફરી મિત્રો બન્યા

એવું પણ કહેવાય છે કે, જો સલમાન કોઈપણ જગ્યાએ કે ઈવેન્ટમાં હાજર હોત તો શાહરુખ ત્યાં ન જતો અને જ્યાં શાહરુખ હાજર હોય ત્યાં સલમાન ખાન ન જતો. ત્યારપછી બાબા સિદ્દીકીની એક પાર્ટી દ્વારા બન્નેને ફરી મિત્રો બન્યા.

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં થઈ હતી મિત્રતા

વર્ષ 2013માં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે આ પાર્ટીમાં શાહરૂખ અને સલમાનને પણ આમંત્રણ આપ્યું હતું. બન્નેએ બાબા સિદ્દીકીની સામે એકબીજાને ગળે લગાવ્યા. આ પહેલીવાર હતું જ્યારે બન્ને ઝઘડા પછી પ્રેમથી ભેટતા જોવા મળ્યા હતા. અહીંથી બન્ને પોતપોતાની બધી નારાજગી ભૂલી ગયા અને આજે બન્ને ખૂબ સારા મિત્રો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button