NATIONAL

Maharashtra: એક માત્ર લાયકાત હશે કે..ઉમેદવારોની પસંદગી અંગે શરદ પવારનું મોટું નિવેદન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ બની છે. જો કે હજી તેની તારીખોની જાહેરાત થઇ નથી. આ અંગે વિવિધ પાર્ટીઓના નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે મહા વિકાસ અઘાડી આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને બેઠકોની વહેંચણી પર વાતચીત 8 થી 10 દિવસમાં પૂરી કરી લેશે. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધને કોઈપણ ભોગે રાજ્યમાં સત્તામાં આવવાનો પ્રયાસ કરવો પડશે. પક્ષ છોડનારાઓ પર નિશાન સાધતા પવારે દાવો કર્યો હતો કે તેમાંથી મુઠ્ઠીભર લોકો પણ રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતી શકશે નહીં.

ઉમેદવારોની પસંદગી માટેની શું લાયકાત ?

પુણેના બારામતી નગરમાં તેમના પક્ષના કાર્યકરોને સંબોધતા NCP (SP)ના વડાએ જણાવ્યું હતું કે 288 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના મધ્યમાં યોજાય તેવી શક્યતા છે. સાથે જ જણાવ્યું કે ઉમેદવારોની પસંદગી કરવા માટે એક જ લાયકાત હશે અને તે છે તેમની જીતવાની ક્ષમતા. તેમણે એમ પણ કહ્યું કે ગઠબંધનમાં સમાયોજન અને લચીલું દ્રષ્ટિકોણ અપનાવવુ જરૂરી છે. MVAમાં NCP (SP), કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)નો સમાવેશ થાય છે.

પવારનો કાર્યકરોને મોટો સંદેશ

કાર્યકર્તાઓને સંબોધતા પવારે કહ્યું કે તમે તમામ બેઠકો પર ચૂંટણી લડી શકતા નથી અને તમારે અન્ય બે સાથી પક્ષોને ઉમેદવારો ઉભા કરવા દેવા પડશે અને તમારે તેમના માટે પણ કામ કરવું પડશે. આપણે કોઈપણ કિંમતે સરકાર બનાવવી પડશે.. તેમણે કહ્યું કે ત્રણ MVA સાથી પક્ષો કોઈપણ બેઠક માટેના ઉમેદવાર અંગે પક્ષના કાર્યકરોનો અભિપ્રાય લેશે. પવારે કહ્યું કે દરેક તાલુકામાં ઉમેદવારો અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમણે સાથે એમ પણ જણાવ્યું કે પાર્ટીના નેતાઓ પોતાનો નિર્ણયો લઈ શકે છે. સાથે જ જણાવ્યું કે કાર્યકર્તાઓ સીધા જનતા સાથે જોડાયેલા છે. પવારે વધુમાં કહ્યું કે જે લોકો અમને છોડીને ગયા છે તેવા મુઠ્ઠીભરના લોકો પણ બીજીવાર ચૂંટણી જીતી નહી શકે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button