ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે એટલે કે, મંગળવારે (10 સપ્ટેમ્બરે) તેજી સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 379 પોઈન્ટ એટલે કે 0.47 ટકાના વધારા સાથે 81,938 અંક પર બંધ થયો છે. જ્યારે NSEનો નિફ્ટી 114 પોઈન્ટ એટલે કે 0.46 ટકાના વધારા સાથે 25,050 અંક પર બંધ રહ્યો હતો.
સેકટરની સ્થિતિ
મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ઘણું જ શુભ સાબિત થયું છે. ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. અને આ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો IT, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા અને એનર્જી સ્ટોક્સનો રહ્યો છે. આજના સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી.આજના ઉછાળામાં નિફ્ટીએ ફરીથી 25,000નો આંકડો પાર કરવામાં સફળતા મેળવી છે.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.50 લાખ કરોડનો વધારો
ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.66 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 460.17 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં 3.49 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
વધતા અને ઘટતા શેર
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 8 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા. વધતા શેરોમાં એચસીએલ ટેક 2.15 ટકા, ભારતી એરટેલ 2.10 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, એનટીપીસી 1.73 ટકા, પાવર ગ્રીડ 1.70 ટકા, એક્સિસ બેન્ક 1.40 ટકા, ટીસીએસ 1.21 ટકા, ટાઇટન 1.19 ટકા, અદાણી 1.16 ટકા વધીને બંધ થયા છે. થયું છે. જ્યારે ઘટનારાઓમાં, બજાજ ફિનસર્વ 1.77 ટકા, બજાજ ફાઇનાન્સ 1.45 ટકા, એચયુએલ 0.81 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.68 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.