- BSEનો સેન્સેન્ક્સ 0.0053% ઘટાડા સાથે થયો બંધ
- NSEનો નિફ્ટી 0.039% ઘટાડા સાથે થયો બંધ
- આજે માર્કેટ મામૂલી તેજી સાથે થયું હતું ઓપન
ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ( 3 સપ્ટેમ્બરે) મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. આજના સેશનમાં બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના સત્રમાં, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે માર્કેટ કેપ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 82,555 પોઈન્ટ અને નિફ્ટી 25,279 પોઈન્ટ પર સપાટ બંધ રહ્યો હતો.
સેકટર અપડેટ
આજના વેપારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 538 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 250થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય ફાર્મા શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. આજના સત્રમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી બંને સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા.
માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ પર
ખાસ કરીને બેન્કિંગ અને મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં આવેલી તેજીને કારણે માર્કેટ કેપ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 465.48 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. છેલ્લા સત્રમાં માર્કેટનું માર્કેટ કેપ રૂ. 464.85 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 63,000 કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.
Source link