મંગળવારે શેર માર્કેટની શરૂઆત તો તેજી સાથે થઇ હતી. પરંતુ બપોરે માર્કેટ ક્લોઝ થયા પહેલા બપોરે 3.10 કલાકની વાત કરીએ તો શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 80,236 અંક પર 914 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી 24,474 અંકે 306 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. ત્યારે હવે 3.30 કલાકે માર્કેટ ક્લોઝિંગ થયુ તે દરમિયાન સેન્સેક્સ 80,220 અંક પર 930 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે આ સમયે નિફ્ટી 24,472 અંક સાથે 309 પોઇન્ટ તૂટ્યો હતો.
ઓક્ટોબરમાં ઉથલ પાથલ
સેન્સેક્સ અને નિફ્ટી સિવાય મંગળવારે શેરબજારમાં બેન્ક નિફ્ટી, એસએમઈ ઈન્ડેક્સ અને અન્ય તમામ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે FPI ના ઉપાડ અને શેરબજાર પર તેની અસર વિશે વાત કરીએ તો, ઓક્ટોબર મહિનો ભારતીય શેરબજાર માટે ઉથલપાથલથી ભરેલો રહ્યો છે. બજારમાં સતત ઘટાડો અને કરેક્શનનો સમયગાળો જોવા મળ્યો હતો.
Source link