કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે. સેન્સેક્સ 241 પોઇન્ટના ઘટાડા સાથે 77,416 અંકે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 88.30 પોઇન્ટના ઘટાડા સાથે 23,438 અંક પર બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. આઇટી સિવાયના તમામ ક્ષેત્રના સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી બેંક ઇન્ડેક્સ લગભગ 1.5% ઘટીને બંધ થયો. રિયલ્ટી, ફાર્મા, PSE શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઊર્જા, ધાતુ, ઓટો સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા.
ટોપ લુઝર-ટોપ ગેનર
નિફ્ટીમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, એનટીપીસી અને ભારત ઇલેક્ટ્રોનિક્સ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર હતા.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા. આઇટી સિવાયના બધા ક્ષેત્રના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. પીએસયુ બેંક, પાવર, રિયલ્ટી, હેલ્થકેર, પીએસયુ બેંક સૂચકાંકો 2 ટકા ઘટ્યા હતા.
Source link