કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ જોઇએ તો, 423 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 76,619.33 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 109 પોઇન્ટના ઘટાડા સાથે 23,201 અંક પર બંધ થયો.
ત્રણ દિવસના વધારા પછી, બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 100 થી વધુ પોઈન્ટ ઘટીને 23200ની નજીક પહોંચી ગયો. ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ફોસિસના પરિણામો અપેક્ષાઓ મુજબ રહ્યા. ડોલર આવક અને સીસી આવક વૃદ્ધિ અપેક્ષા કરતા વધારે હતી.
ટોપ લુઝર અને ટોપ ગેનર
નિફ્ટીમાં ઇન્ફોસિસ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો ટોચના લૂઝર શેર હતા. જ્યારે બીપીસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઇન્ડિયા અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોચના ગેનર રહ્યા. મહત્વનુ છે કે ઘરેલુ શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, જેના કારણે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ચાલુ રહેલા ઉપરના વલણ પર બ્રેક લાગી. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો અને બેંકિંગ અને આઈટી શેરોમાં વેચવાલીથી બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. અગાઉ, છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બજાર લીલા રંગમાં બંધ થયું હતું.
Source link