કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજારની તેજી સાથે શરૂઆત થઇ હતી. પરંતુ બપોરે 3.30 કલાકે માર્કેટ ક્લોઝિંગ દરમિયાન શેર બજારની ફ્લેટ જોવા મળ્યુ હતું. સેન્સેકસની જો વાત કરીએ તો 0.39 પોઇન્ટના વધારા સાથે 78,472 અંક પર બંધ થયુ હતું. જ્યારે નિફ્ટી 35 પોઇન્ટના વધારા સાથે 23,762 અંક પર બંધ થયો.
માર્કેટ ફ્લેટ રહ્યું બંધ
ડિસેમ્બર સિરીઝ એક્સપાયરી પર બજાર સપાટ બંધ રહ્યું હતું. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ તળિયેથી રિકવરી કરીને બંધ થયા છે. ઓટો, ફાર્મા, પીએસઈ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. એફએમસીજી, મેટલ, બેન્કિંગ ઇન્ડેક્સ ઘટાડા પર બંધ થયા.
આ શેર્સ ટોપ ગેઇનર્સ
કારોબારના અંતે સેન્સેક્સ સપાટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 22.55 પોઈન્ટ અથવા 0.1 ટકાના મામૂલી વધારા સાથે 23,750.20 ના સ્તર પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, M&M, મારુતિ સુઝુકી, SBI લાઇફ ઇન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ છે. જ્યારે ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં ટોપ લુઝર છે. બીએસઈના મિડ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યા હતા.
Source link