સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. ત્યારે ૂબપોરે 3.30 કલાકે માર્કેટમાં ક્લોઝિંગ સમયે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. ત્યારે વાત કરીએ માર્કેટની સ્થિતિ તો. નિફ્ટી 142 પોઇન્ટના વધારા સાથે 24,274 પોઇન્ટ પર બંધ જ્યારે સેન્સેક્સ 445 પોઇન્ટના વધારા સાથે 80,260 અંકે બંધ થયું હતું,.
માર્કેટમાં તેજી
સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા કલાકોમાં બજારમાં ખરીદી પાછી આવી અને સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. નિફ્ટીએ ઈન્ટ્રાડે 24,300ની સપાટી વટાવી હતી. બેન્ક નિફ્ટી તળિયેથી 350 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. રિયલ્ટી, મેટલ શેર્સમાં મહત્તમ ખરીદારી જોવા મળી હતી.
ટોપ ગેનર અને લુઝર
મિડકેપ ઈન્ડેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. રિયલ્ટી અને મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ 1% થી વધુ વધીને બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, અપોલો હોસ્પિટલ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચડીએફસી લાઈફ, સિપ્લા, એનટીપીસી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એલએન્ડટી નિફ્ટીના ટોપ લોઝર છે.
લીલા નિશાનમાં માર્કેટ ક્લોઝ
આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો, મીડિયા ઈન્ડેક્સ 1 ટકા વધીને બંધ થયા છે. જ્યારે BSE મિડ અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે.
Source link