- સોમવારે માર્કેટ વધારા સાથે થયુ બંધ
- સેન્સેક્સમાં 0.78 ટકાનો વધારો
- આજે માર્કેટ લીલા નિશાનમાં થયુ બંધ
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શેરબજારમાં તેજી જોવા મળી હતી. માર્કેટ વધારા સાથે જ ઓપન થયુ હતું ત્યારે બપોરે 3.30 કલાકે ક્લોઝિંગ દરમિયાન પણ માર્કેટમાં તેજી યથાવત જોવા મળી છે. સેન્સેક્સ +631.90 પોઇન્ટનો વધારા સાથે 81,718 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 187.45 પોઇન્ટના વધારા સાથે 25,010 અંક પર બંધ થયો. ફેડ રિઝર્વના ચેરમેન દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી અને બેન્કિંગ શેરોમાં ખરીદારીથી બજારમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજના કારોબારમાં નિફ્ટી ફરીથી 25,000ના ઐતિહાસિક આંકડાને પાર કરવામાં સફળ રહ્યો છે.
આ શેરમાં જોવા મળ્યો વધારો-ઘટાડો
આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર ઉછાળા સાથે અને 9 નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેરો ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા. વધતા શેરોમાં એચસીએલ ટેક 4.08 ટકા, એનટીપીસી 3.29 ટકા, બજાજ ફિનસર્વ 2.73 ટકા, ટેક મહિન્દ્રા 2.42 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.38 ટકા, ટાઇટન 1.71 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.2 ટકા, 1.2 ટકા. ટકા, L&T 1.07 ટકા, TCS તે 0.94 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઘટતા શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક 0.44 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.36 ટકા, મારુતિ 0.34 ટકા, HUL 0.19 ટકા, સન ફાર્મા 0.19 ટકા, અદાણી પોર્ટ્સ 0.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
Source link