મંગળવારનો દિવસ આજે શેર બજાર માટે અમંગળ સાબિત થયો. કારણ કે બપોરે 3.30 કલાકે શેરબજારની સ્થિતિ વિસે વાત કરીએ તો 3.30 કલાકે સેન્સેક્સ 1064 પોઇન્ટના ઘટાડા સાથે 80,657.42 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 348 પોઇન્ટના ઘટાડા સાથે 24,320 અંક પર બંધ થયો હતો.
માર્કેટની આજની સ્થિતિ
શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ અને જેએસડબલ્યુ સ્ટીલ આજના કારોબારમાં નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે સિપ્લા ગેનર હતા. આ સિવાય જો સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો તમામ લાલ નિશાનમાં બંધ થયા છે, જેમાં ઓટો, બેંક, એનર્જી, મેટલ, ઓઈલ એન્ડ ગેસમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5-0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.. ઈન્ટ્રાડે ટ્રેડમાં, BSE સેન્સેક્સ 1,136 પોઈન્ટ ઘટીને 80,612.20ની નીચી સપાટીએ જ્યારે NSE નિફ્ટી 50,365 પોઈન્ટ ઘટીને 24,303.45ની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
બજાર કેમ ઘટ્યું?
નિષ્ણાતોના મતે, યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના પરિણામો પહેલા રોકાણકારોએ બાજુ પર રહેવાનું પસંદ કર્યું. જોકે ફેડ દ્વારા બુધવારે વ્યાજ દરોમાં એક ક્વાર્ટર પોઇન્ટનો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ 2025માં ફેડ વ્યાજદરમાં ઘટાડો કરશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા રહે છે.
વધુમાં, ચીન 2025 સુધીમાં તેની બજેટ ખાધ 3 ટકાથી વધારીને 4 ટકા કરવાની યોજના ધરાવે છે. આનાથી ભારતમાં FIIના પ્રવાહ પર દબાણ આવવાની શક્યતા છે, કારણ કે બજારને સ્ટિમ્યુલસ પેકેજમાં વૃદ્ધિની અપેક્ષા છે. ઉપરાંત, નિષ્ણાતો એમ પણ કહે છે કે નવેમ્બરમાં ભારતની વેપાર ખાધમાં ઝડપી વૃદ્ધિ $37.8 બિલિયન થવાથી રૂપિયા પર દબાણ આવશે. તે ડોલર સામે 85 સુધી પહોંચી જશે.
Source link