કારોબારી સપ્તાહના પ્રથમ દિવસથી જ શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજાર બંધ થયા વખતે પણ માર્કેટની સ્થિતિ ડામાડોળ જ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 384 પોઇન્ટના ઘટાડા સાથે 81,709 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 120 પોઇન્ટના ઘટાડા સાથે 24,647 અંક પર બંધ થયો હતો.
માર્કેટ ઘટાડા સાથે બંધ
કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, ફાર્મા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. નિફ્ટી બેન્ક નીચલા સ્તરેથી સુધર્યા બાદ બંધ થયો હતો. મેટલ, આઈટી, એનર્જી શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.
કયા શેર્સમાં ઘટાડો અને વધારો?
નિફ્ટીમાં ટાઈટન કંપની, ટીસીએસ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલ ટોપ લૂઝર હતા. ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ અને એચડીએફસી લાઇફ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા છે. રિયલ્ટી ઇન્ડેક્સ 3 ટકા, મીડિયા ઇન્ડેક્સ 1.5 ટકા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.5-1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
Source link