મંગળવારે શેરબજારની શરૂઆત મંગળ રહી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા હતા. સવારે 9.30 કલાકે માર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો,સેન્સેક્સ 456 પોઇન્ટના વધારા સાથે 77,643 અંકે ખૂલ્યુ જ્યારે નિફ્ટી 129 પોઇન્ટના વધારા સાથે 23,490 અંકે ખૂલ્યો.
રાહતનો શ્વાસ
મંગળવારે ઘરેલુ શેરબજારો મજબૂતી સાથે ખુલ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર પ્રસ્તાવિત ટેરિફ 30 દિવસ માટે રોકવાના નિર્ણય બાદ શેરબજારે રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.
સોમવારે શું હતી સ્થિતિ ?
મહત્વનું છે કે સોમવારે સેન્સેક્સ 77,186 ના સ્તરે બંધ થયો. સવારે 9.25 વાગ્યે, સેન્સેક્સ 533.23 પોઈન્ટ અથવા 0.69% વધીને 77,720 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી50 માં પણ રિકવરી જોવા મળી. સવારે 9.27 વાગ્યે, તે 169 પોઈન્ટ અથવા 0.72% વધીને 23,530 પર ટ્રેડ થઈ રહ્યો હતો. પાછલા સત્રમાં, સેન્સેક્સ 319.22 પોઈન્ટ અથવા 0.41% ઘટીને 77,186.74 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 121.10 પોઈન્ટ અથવા 0.52% ઘટીને 23,361.05 પર બંધ થયો હતો.
Source link