ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50ની શુક્રવારે મિશ્ર શરૂઆત થઈ હતી. વૈશ્વિક સંકેતોના આધારે આ વલણ જોવામાં આવ્યું હતું. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે પણ માર્કેટમાં જૈસે થૈની સ્થિતિ જોવા મળી. શેર બજાર સવારે 9.30 કલાકે લાલ નિશાનમાં ખૂલ્યું. સેન્સેક્સ 119 પોઇન્ટના ઘટાડા સાથે 79,098 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 27.80 પોઇન્ટના ઘટાડા સાથે 23,923 અંકે ખૂલ્યો હતો.
ગ્લોબલ સંકેત
શુક્રવારે એશિયા-પેસિફિક બજારો મિશ્ર હતા, રોકાણકારોનું ધ્યાન જાપાનના ફુગાવાના ડેટા અને ચીનના વ્યાજ દરના નિર્ણય પર હતું. પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ તેનો બેન્ચમાર્ક લોન પ્રાઇમ રેટ (LPR) સ્થિર રાખ્યો હતો. એક વર્ષનો LPR 3.1% અને પાંચ-વર્ષનો LPR 3.6% હતો, જે કોર્પોરેટ અને હોમ લોનને અસર કરે છે.
જાપાનમાં નવેમ્બરના ફુગાવાના ડેટામાં અપેક્ષા કરતા મોટો વધારો જોવા મળ્યો છે. કોર ફુગાવો 2.7% હતો, જ્યારે અંદાજ 2.6% હતો. હેડલાઇન ફુગાવો ઓક્ટોબરમાં 2.3% થી વધીને 2.9% હતો. આ ડેટાને પગલે, જાપાનીઝ બજારોએ થોડો ફાયદો નોંધાવ્યો હતો, જેમાં નિક્કી અને ટોપિક્સ બંને 0.1% વધ્યા હતા.
બીજી તરફ એશિયાના અન્ય બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.7% અને ઓસ્ટ્રેલિયાનો ASX200 1.1% ઘટ્યો.
યુ.એસ.માં, ત્રીજા ક્વાર્ટરના આર્થિક ડેટાએ મજબૂત ઉપભોક્તા ખર્ચના નેતૃત્વમાં 3.1% ની જીડીપી વૃદ્ધિ દર્શાવી હતી, જે અગાઉના 2.8% ના અંદાજ કરતાં વધુ હતી. જોકે અમેરિકી બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સે 0.04% ના નજીવા વધારા સાથે તેની લાંબી સ્લાઇડ સ્નેપ કરી, જ્યારે S&P 500 એ 0.09% અને નાસ્ડેક 0.10% ગુમાવ્યું.
Source link