કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટની શરૂઆત નજીવા વધારા સાથે થઇ હતી. શેરમાર્કેટમાં 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો,. સેન્સેક્સ 8.82 પોઇન્ટ વધીને 81,774.68 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 2.55 પોઇન્ટના ઘટાડા સાથે 24,705.85 અંક પર ખૂલ્યો હતો. જો કે બાદમાં સેન્સેક્સ પણ લાલ નિશાને જોવા મળ્યુ હતું.
આરબીઆઈની પોલિસી પહેલા આજે બજારની શરૂઆત સપાટ થઈ ગઈ છે. RBI મોનેટરી પોલિસી ડે પર ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવા મળી શકે છે. FIIએ રોકડ અને ફ્યુચર્સમાં જંગી ખરીદી કરી છે. નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ રૂ. 50000થી નીચે ગયો. ગિફ્ટ નિફ્ટીમાં પણ નજીવો વધારો જોવા મળી રહ્યો છે. જોકે એશિયામાં નરમાઈ છે. ગઈ કાલે પણ અમેરિકન બજારોમાં થોડી નબળાઈ જોવા મળી હતી. RBI MPC મોનેટરી પોલિસી આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે.
Source link