BUSINESS

Share Market Opening: શેરમાર્કેટની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 76,125 અંકે ખૂલ્યો

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ એટલે કે બુધવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. શેર માર્કેટ લીલા નિશાનમાં ખૂલ્યુ છે. ત્યારે 9.30 કલાકે સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સ 287 પોઇન્ટના વધારા સાથે 76,125 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 65.55 પોઇન્ટના વધારા સાથે 23090 અંક પર ખૂલ્યો હતો.  વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો વચ્ચે બુધવારે (22 જાન્યુઆરી) બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી50 વધારા સાથે ખુલ્યા. 

આજે માર્કેટમાં તેજી 

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અપેક્ષા કરતાં ઓછા આક્રમક ટેરિફ વલણ અપનાવ્યા પછી વોલ સ્ટ્રીટમાં તેજીને પગલે બુધવારે મોટાભાગના એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા હતા. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.2 ટકા વધ્યો જ્યારે ASX 200.05 ટકા વધ્યો. કોસ્પી પણ 0.3 ટકા વધ્યો.

રોકાણકારોનું શું હશે ફોકસ ? 

શેર માર્કેટના નિષ્ણાતોના મતે રોકાણકારો બુધવારે (22 જાન્યુઆરી) જાહેર થનારા HDFC બેંક, HUL, BPCL જેવી મોટી કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર નજર રાખશે. ઉપરાંત, કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પણ આવતીકાલે તેમના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે, તેથી મિડકેપ આઇટી શેરો ફોકસમાં રહેશે.

રોકાણકારો HUL, HDFC બેંક, BPCL, Pidilite Industries અને Tata Communications સહિતની મોટી કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર નજર રાખશે. આ ઉપરાંત, બજારો ટાટા ટેક્નોલોજીસ, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ, ડાલમિયા ભારત અને ઇન્ડિયા સિમેન્ટ્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલા પરિણામો પર પણ પ્રતિક્રિયા આપશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button