મંગળવારે શેર માર્કેટની શરૂઆત મંગળ રહી. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા હતા. સેન્સેક્સ 36.16 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ લીલા નિશાનમાં ખુ્લ્યા બાદ 9.33 કલાકે 7.70 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. આમ મંગળવારે માર્કેટમાં મિશ્રપ્રતિસાદ સાથે ઓપન થયુ હતું. જો કે 9.35 કલાકે તો માર્કેટ 75.77 પોઇન્ટના ઘટાડા સાથે જોવા મળ્યુ. મહત્વનું છે કે સપ્તાહની શરૂઆતમાં જ શેર માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. ત્યારે બીજા દિવસે પણ તે જ સ્થિતિ જોવા મળીરહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, M&M ઘટ્યા
શેરની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, M&M અને HDFC બેન્કના શેરમાં ઘટાડો વેપાર પર પ્રભુત્વ ધરાવે છે. જો બજાર ખુલ્યાની 20 મિનિટ પછી જોવામાં આવે તો, NSE નિફ્ટી લીલા નિશાનમાં આવી ગયો છે, જો કે તે માત્ર એક પોઈન્ટ ઉપર છે. નિફ્ટી 23,996.35ના સ્તરે પહોંચી ગયો છે. આ સાથે BSE સેન્સેક્સ 78,759.58 ના સ્તરે પહોંચી ગયો છે અને તે માત્ર 22 પોઈન્ટ ડાઉન છે.
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ શું છે?
સેક્ટોરિયલ ઈન્ડાયસિસમાં મેટલ, ફાર્મા, આઈટી, ઓટો અને હેલ્થકેર ઈન્ડેક્સ ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે અને આ સિવાય અન્ય તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
Source link