વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસર સોમવારે ભારતીય સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર માટે અઠવાડિયાના પહેલો કારોબારી દિવસ નિરાશાની સાથે શરૂ થયો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ સોમવારે કારોબારી સત્રમાં 1133 અંકથી વધુ ઘટાડો આવ્યો છે. શેરબજારમાં ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોનાં ચાર લાખ કરોડ ડૂબી ગયા છે. શેરબજારના નિરાશાજનક પ્રદર્શન માટે ગ્લોબલ સંકેત જવાબદાર છે. ચીન અને જાપાનના શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેની અશર ઘરેલું બજાર પર થઈ રહી છે.
સોમવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1133 પોઈન્ટના ઘટાડા બાદ 84437.88 પર ટ્રેડ કરી રહ્યો હતો તો નિફ્ટીમાં પણ 324 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટી લગભગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા, પરંતુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે અચાનક બજારની ગતિને બ્રેક લાગી હતી અને બંને ઈન્ડેક્સ ખરાબ રીતે તૂટ્યા હતા.
સેન્સેક્સ નિફ્ટી કયા લેવલે પહોંચ્યો?
સેન્સેક્સે તેના પાછલા બંધ 85,571ની સરખામણીએ ઘટાડા સાથે 85,208ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને થોડીવારમાં તે 744.99 પોઈન્ટ ઘટીને 84,824.86ના સ્તરે આવી ગયો. સેન્સેક્સની જેમ, નિફ્ટી પણ ખરાબ રીતે ઘટીને 26,061 પર ખુલ્યો, જે તેના અગાઉના 26,178.95ના બંધ સ્તરથી ઘટીને 211.75 પોઈન્ટ ઘટીને 25,967.20ના સ્તરે પહોંચ્યો.
બજાર અચાનક કેમ ગબડ્યું?
ભારતીય શેરબજારમાં આ મોટા ઘટાડાનાં સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યાં હતાં. વાસ્તવમાં, જાપાનના કારણે વૈશ્વિક સૂચકાંકો સુસ્ત દેખાઈ રહ્યા હતા અને જ્યારે બજાર ખુલ્યું ત્યારે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જાપાનમાં મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1850 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. તેનો ઈન્ડેક્સ નિક્કી 37,980.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને તે 1849.22 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જાપાનનું બજાર 4.64 ટકા, ચીનનું મુખ્ય બજાર ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ 4.89 ટકા વધીને 151.03 પોઈન્ટ ડાઉન હતું. કોરિયાનો કોસ્પી નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.
ટોપ ગેઈનર અને લુઝર સ્ટોક્સ
હિન્દાલ્કો, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને બ્રિટાનિયા ટ્રેડિંગની શરૂઆતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 50માં ટોપ ગેઇનર હતા. હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક 30 સપ્ટેમ્બરના રોજ નિફ્ટી 50માં ટોપ લુઝર શેરો તરીકે ઉભરી આવ્યા હતા.
Source link