ગોંડલના ગુમ થયેલા યુવકની લાશ રાજકોટમાંથી મળી, પિતાએ કરી ફોરેન્સિક PMની માંગ

ગોંડલ શહેરમાં હાલ જ એક UPSCની તૈયારી કરતો આશાવાદી યુવક ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ યુવકનું મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેની ઓળખ ગોંડલના રાજકુમાર રતનલાલ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. વાંચો આ અહેવાલ…
ગોંડલનો યુવક ગુમ થયો: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોંડલથી ગત 3 માર્ચે રાજકુમાર રતનલાલ ચૌધરી (જાટ) નામનો યુવક ગુમ થયો હતો. જેને લઈને યુવક ગુમ થયો હોવાની તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં યુવકના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનાં બંગલા પાસે બાઈક ઉભુ રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટનાના બીજા દિવસે રાજકુમાર ગુમ થતા પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લગાવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હોવાની આશંંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતા રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી હતી. જેને લઈને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ: આ યુવક ગોંડલનો રાજકુમાર રતનલાલ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણ્યા વાહનચાલકે 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતાએ પોતાનો પુત્ર ગત 3 માર્ચથી ગુમ હોવાની રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. તેમજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. UPSCની તૈયારી કરતો પુત્ર ગૂમ થતા જ પરિવારજમાં ચિંતાનું મોજુ ફેલાયુ હતું.
અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત: મૃતક યુવક રાજકુમારનાં પિતા રતનલાલે અરજીમાં તેના પુત્રને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક 2 માર્ચના રોજ કેટલાક વ્યક્તિઓએ માર માર્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો. બીજી તરફ અજાણ્યા વાહનચાલકે 4 માર્ચનાં રોજ રાત્રે 3 વાગ્યા આસપાસ હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જેને લઈને રાજકોટની પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તપાસ કરવામાં આવી રહી હતી. મૃતક રાજકુમાર ચૌધરી હોવાનું જાણવા મળતા રાજકોટ પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી છે.