શ્રેયસ ઐયર IPL 2025 માં પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે. અગાઉ IPL 2024 માં, કોલકાતા નાઈટ રાઈડર્સે ઐયરની કેપ્ટનશીપમાં ખિતાબ જીત્યો હતો, તેમ છતાં KKR એ શ્રેયસને રિટેન કર્યો ન હતો. KKRનો આ નિર્ણય ફેન્સ માટે પણ આશ્ચર્યજનક હતો. હવે શ્રેયસ ઐયરે KKR છોડવા પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.
શ્રેયસ ઐયરે કર્યો ખુલાસો
ફેન્સને આશ્ચર્ય થાય છે કે ટીમ એવા કેપ્ટનને જાળવી રાખતી નથી જેના કેપ્ટનશીપ હેઠળ ટીમે આગલી જ સિઝનમાં ટાઈટલ જીત્યું હોય. આવું જ કંઈક KKRના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર સાથે થયું. ઐયરે KKR છોડવા પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા શ્રેયસ ઐયરે કહ્યું કે “KKR સાથે ચેમ્પિયનશિપ જીત્યા પછી મને ખૂબ મજા આવી. ફેન્સ ઘણાં બધાં હતા, તેઓ સ્ટેડિયમમાં ઘણી એનર્જી લાવી રહ્યા હતા અને મેં ત્યાં વિતાવેલી દરેક ક્ષણનો આનંદ માણ્યો.
તેને વધુમાં કહ્યું કે “તેથી સ્પષ્ટ છે કે, IPL ચેમ્પિયનશિપ પછી તરત જ અમારી સાથે વાતચીત થઈ હતી પરંતુ થોડા મહિનાઓ સુધી કોઈ વાતચીત થઈ ન હતી અને રિટેન્શન માટે બહુ પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. મને આશ્ચર્ય થયું કે શું થઈ રહ્યું છે. તેથી વાતચીતના અભાવને કારણે અમે એવી પરિસ્થિતિમાં આવી ગયા કે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો.
રિટેન ન થવાથી ઐયર નિરાશ થયો
શ્રેયસ ઐયરે કહ્યું કે “હા, સ્પષ્ટપણે નિરાશા થઈ છે, કારણ કે જ્યારે તમારી પાસે વાતચીતની કોઈ નિશ્ચિત લાઈન નથી હોતી અને જો તમને રીટેન્શન તારીખના એક અઠવાડિયા પહેલા વસ્તુઓ ખબર પડે છે, તો સ્પષ્ટપણે ત્યાં કંઈક ખૂટે છે. તેથી મારે નિર્ણય લેવો પડ્યો. જે લખ્યું છે તે થવું જોઈએ. પરંતુ તે સિવાય, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે શાહરૂખ સર, પરિવાર અને દરેક સાથે મેં ત્યાં વિતાવેલો સમય અદ્ભુત હતો અને સ્વાભાવિક રીતે, ચેમ્પિયનશિપ જીતવી એ કદાચ મારા જીવનનો એક અભિન્ન ભાગ હતો.
Source link