ENTERTAINMENT

Shweta Tiwariએ પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનના ડેટિંગને લઈને કર્યો ખુલાસો

  • શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે
  • ગયા વર્ષે 2023 માં એક્ટ્રેસે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી ડેબ્યૂ કર્યું
  • શ્વેતા તિવારીએ પલક અને ઈબ્રાહિમ વચ્ચેના સંબંધોની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી

પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પલક તિવારી પોતાની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. રિપોર્ટ મુજબ પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત લંચ-ડિનર ડેટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. પલકની માતા શ્વેતા તિવારીએ આ ચર્ચાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

શ્વેતા તિવારીએ તોડ્યું મૌન

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં શ્વેતા તિવારીએ પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન વચ્ચેના સંબંધોની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પલક અત્યારે મજબૂત છે, પરંતુ આવતીકાલે કોઈપણ કોમેન્ટ અથવા લેખ તેના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. તે હજું બાળક છે અને કેટલીકવાર આ બાબતોથી પરેશાન થઈ જાય છે. જેમ કે તે દરેક અન્ય છોકરા સાથે અફેર કરી રહી છે!’

શ્વેતા તિવારીએ આગળ કહ્યું, ‘મને પણ ખબર નથી કે તે આ બધું ક્યાં સુધી સહન કરી શકશે. તે પણ તેમની ડેટિંગની ચર્ચાઓથી હેરાન છે. તે પોતે મજાક ઉડાવે છે, પરંતુ કેટલીકવાર વસ્તુઓ તેને પરેશાન કરી શકે છે.

પલક તિવારી આ વાતને લઈ થઈ હતી હેરાન

શ્વેતા તિવારીએ વધુમાં કહ્યું કે દીકરી પલકના સ્લિમ ફિગર પર નકારાત્મક પ્રતિક્રિયા પર નિવેદન આપ્યું. ‘તે તેને પરેશાન પણ કરતું નથી. શરૂઆતમાં આવું તેને લાગ્યું હતું, પરંતુ હવે તે જાણે છે કે તેના જેવા દેખાતા ઘણા લોકો છે અને તેના જેવા બનવા માંગે છે. તે જાણે છે કે તેણે ઘણી મહેનત કરીને આ સ્થાન હાંસલ કર્યું છે.

આ ફિલ્મમાં જોવા મળશે પલક

તમને જણાવી દઈએ કે વર્ષ 2023માં પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ આ ફિલ્મને વધારે રિસ્પોન્સ મળ્યો ન હતો, પરંતુ પલકની એક્ટિંગને ફેન્સને ખૂબ પસંદ આવી હતી. પલક તિવારી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button