સિદ્ધપુર ખાતે મા સરસ્વતી નદીની કુખમાં કાર્તિકી પુર્ણિમાના પાવન અવસર પર યોજાયેલા પારંપારિક મેળાનું સમાપન થયું છે. મેળાના સાત દિવસો દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક પ્રદેશોમાંથી લાખો લોકો ઉમટયા હતા.
કારતક સુદ ચૌદશ અને પુર્ણિમા પર ત્રિવેણી સંગમ થતું હોવાથી આ પળનો લ્હાવો લઈ લાખો લોકોએ સરસ્વતી નદીના ઘાટ પર પિતૃઓની તર્પણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી.
સાત દિવસના મેળા દરમિયાન 10 લાખ લોકો ઉમટી પડયા હતા અને 1.5 લાખથી વધુ લોકોએ તર્પણ વિધિ કરાવી હતી. સિદ્ધપુરમાં કુંવારીકા માં સરસ્વતીની કુખમાં ભરાતા પરંપરાગત કાત્યોકના મેળાના અંતિમ દિને ભારે ભીડ જામી હતી.
શરૂઆતના ચાર દિવસ બહારગામથી આવેલા ભક્તોએ મેળો માણ્યો હતો બાદમાં બહારગામથી આવેલ ભક્તોનો જમાવડો ઓછો થતાં શહેરીજનો મેળાનો આનંદ મેળવ્યો હતો. દેવનગરી તરીકે વિશ્વ પ્રચલિત એવા સિદ્ધપુરમાં કાર્તિક માસની પુર્ણિમા પર યોજાતો પરંપરાગત અને ભવ્ય્ લોકમેળો જેમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં આવતાં ભક્તજનોથી મેળાનો લ્હાવો લીધો હતો. મેળામાં શ્રાદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું છે તો ચૌદસ અને પુર્ણિમા પર સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ સર્જાયું હોવાથી લોકો ધન્યતા અનુભવી હતી.
બાળકો તેમજ યુવાનો માટે અસંખ્ય રાઈડ્સ જેવી કે ચકડોળ, મોતનો કૂવો, બ્રેક ડાન્સ, જાદુના ખેલ, લોન્ગ બોટ સહિતની અનેક મનોરંજનની રાઈડ્સ લાગી હતી. તો બીજી તરફ તમામ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા જેનો બાળકો, યુવાઓ અને વડીલો પણ આનંદ મેળવી રહ્યા છે. નદીથી પ્રાચીન ગામમાં આવેલ મંડી બજાર તરફ જવાના રસ્તાના ઢાળમાં બજાર ભરાતાં તમામ પ્રકારની વસ્તુઓ સસ્તા ભાવે મળતાં લોકોનો ભીડ ઊમટી પડી હતી.
Source link