Sidharth Malhotra News : સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાથીને પાણી પીવડાવતા યુઝર્સોએ ટ્રોલ કર્યો, જાણો શું છે કારણ

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં તેની ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે ચર્ચામાં છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સિદ્ધાર્થે સોશિયલ મીડિયામાં એ વીડિયો પોસ્ટ કર્યો છો. જેમાં અભિનેતા હાથીને એઠું પાણી પીવડાવી રહ્યો છે પરિણામે સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ટ્રોલ કરી રહ્યા છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા એક વીડિયોમાં એક્ટર નદીમાં ઊભા રહીને ગ્લાસમાંથી પાણી પીતા જોવા મળે છે. અડધું પાણી પોતે પીધા પછી સિદ્ધાર્થ બાકીનું પાણી હાથીના મોંમાં ફેંકી દે છે.
યુઝર્સોએ સિદ્ધાર્થને ભારે ટ્રોલ કર્યો
આ વીડિયો સામે આવ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે- મોટા ભાઈ, તમારે હાથીને એઠું પાણી પીવડાવવું જોઈતું ન હતું. તમે ખોટું કર્યું છે. બીજા યુઝરે કહ્યું- હાથીને એઠું પાણી પીવડાવવું ખોટી વાત છે. અન્ય યુઝરે લખ્યું, તે ગણપતિ બાપ્પાનો અવતાર છે અને તમે તેમને પીવા માટે એઠું પાણી આપી રહ્યા છો. આ સારું નથી.
‘પરમ સુંદરી’ ફિલ્મ 29 ઓગસ્ટે રિલીઝ થઈ
ઉલ્લેખનીય છે કે, ‘પરમ સુંદરી’માં સિદ્ધાર્થે પરમનું પાત્ર ભજવ્યું છે. જ્યારે જ્હાન્વી કપૂરે સુંદરીનું કિરદાર નિભાવ્યું છે. આ ફિલ્મ 29 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 2 દિવસમાં લગભગ 27 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.