- મરાઠી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ સુહાસિની દેશપાંડેનું મંગળવારે નિધન થયું
- સુહાસિનીએ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’માં પણ કામ કર્યું હતું
- એક્ટિંગ કરિયરની શરુઆત 12 વર્ષની ઉંમરે કરી હતી
સિનેમા જગતમાંથી આજે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલા તમિલ એક્ટર બિજલી રમેશના નિધનના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે હવે મરાઠી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ સુહાસિની દેશપાંડેનું નિધન થયું છે. સુહાસિનીએ હિન્દી સિનેમામાં પણ કામ કર્યું હતું.
સુહાસિની દેશપાંડેના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સુહાસિની મરાઠી સિનેમાનું મોટું નામ હતું. સુહાસિનીએ મંગળવારે સવારે તેના પુણેના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી મરાઠી સિનેમાને મોટો ઝટકો પડ્યો છે.
12 વર્ષની ઉંમરે કરી હતી એક્ટિંગ કરિયરની શરુઆત
મીડિયા રિપોર્ટ્સ મુજબ સુહાસિનીની એક્ટિંગ કરિયર માત્ર 12 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. મરાઠી સિનેમાથી લઈને હિન્દી સિનેમા સુધી તેણે પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું.
સુહાસિનીની શાનદાર ફિલ્મો
સુહાસિની દેશપાંડેનુ એક્ટિગ કરિયર 70 વર્ષથી વધુ લાંબું છે. તેણે પોતાના લાંબા કરિયરમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની શ્રેષ્ઠ મરાઠી ફિલ્મોમાં માનાચં કુંકૂ (1981), કથા (1983), આજ ઝાલે મુક્ત મી (1986), આઈ શપથ (2006), ચિરંજીવ (2016), 2017ની ફિલ્મ ‘ધોંડી’ અને 2019ની ફિલ્મ ‘બાકાલ’નો સમાવેશ થાય છે.
અજય દેવગનની સિંઘમમાં પણ કર્યું હતું કામ
સુહાસિનીએ હિન્દી સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા ફેલાવી હતી. જો તમે બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગનની 2011ની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’ જોઈ હોય તો તમે તેમાં સુહાસિનીને જોઈ જ હશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દિગ્ગજ એક્ટ્રેસે અભિનેત્રી કાજલ અગ્રવાલની દાદીનો રોલ પ્લે કર્યો હતો. તમને જણાવી દઈએ કે ‘સિંઘમ’ પછી તે ક્યારેય બોલીવુડમાં જોવા મળી નથી. હિન્દી સિનેમામાં આ તેમની છેલ્લી ફિલ્મ હતી.
સુહાસિનીના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે?
સુહાસિનીના નિધનથી તેના ફેન્સ માટે ઊંડો આઘાત લાગ્યો છે. ફેન્સ સોશ્યિલ મીડિયા દ્વારા દિગ્ગજ મરાઠી એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુહાસિનીના અંતિમ સંસ્કાર પુણેમાં જ કરવામાં આવશે. એક્ટ્રેસના અંતિમ સંસ્કાર બુધવાર, 28 ઓગસ્ટના રોજ વૈકુંઠ સ્મશાનભૂમિ ખાતે તમામ વિધિઓ સાથે કરવામાં આવશે.
Source link