SPORTS

SL vs NZ: શ્રીલંકાએ સર્જ્યો મોટો અપસેટ, ન્યૂઝીલેન્ડને હરાવી બદલ્યું WTCનું સમીકરણ

ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચમાં શ્રીલંકાએ મોટો અપસેટ સર્જ્યો હતો અને ન્યૂઝીલેન્ડને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ યજમાન શ્રીલંકાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાની જીત અને ન્યુઝીલેન્ડની હાર બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલના સમીકરણ પણ બદલાતા જોવા મળી રહ્યા છે.

WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાને ફાયદો

પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ શ્રીલંકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં ઘણો ફાયદો કર્યો છે. શ્રીલંકાએ હવે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. 8 મેચમાં 4 જીત અને 4 હાર બાદ શ્રીલંકાના 48 પોઈન્ટ છે અને ટીમ હવે ઓસ્ટ્રેલિયા બાદ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

બીજી તરફ ન્યુઝીલેન્ડે પોઈન્ટ ટેબલમાં એક સ્થાન ગુમાવ્યું છે. શ્રીલંકા સામેની હાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ હવે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. કિવી ટીમના 7 મેચમાં 3 જીત અને 4 હાર બાદ 36 પોઈન્ટ છે. કિવી ટીમ હવે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમ હજુ પણ પ્રથમ સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે.

મેચની સ્થિતિ

આ મેચમાં એક સમય એવો હતો કે એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ મેચ જીતશે. પરંતુ બીજા દાવમાં શ્રીલંકાના બોલરોએ મેચની દિશા બદલી નાખી હતી. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 305 રન બનાવ્યા હતા. જેના દબાણમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 340 રન બનાવ્યા હતા. જે બાદ કિવી ટીમને 35 રનની લીડ મળી હતી. આ પછી બીજા દાવમાં શ્રીલંકાએ વધુ સારી રમત રમી અને 309 રન બનાવ્યા. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમની બેટિંગ કંઈ ખાસ રહી ન હતી અને આખી ટીમ 211 રનમાં સમેટાઈ ગઈ હતી. કિવી ટીમને રચિન રવિન્દ્ર પાસેથી આશા હતી કે તે મેચ જીતી શકશે પરંતુ અંતે આ ખેલાડી પણ 92 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

પ્રભાત જયસૂર્યાની શાનદાર બોલિંગ

આ મેચની બંને ઇનિંગ્સમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર પ્રભાત જયસૂર્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રભાતે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જેના કારણે પ્રભાતે આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. પ્રભાતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button