ખારીકટ કેનાલનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જેથી આગામી કામ માટે નહેરની અંદર સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે કેનાલમાં પુષ્કળ ગંદકી ફેલાઈ રહી છે. આવકાર હોલ ઘોડાસરથી વટવા જતાં સ્મૃતિ મંદિર રોડ પરની કેનાલમાં ગંદકી તંત્ર દ્વારામાં સાફ કરાવવામાં આવી રહી નથી જેનાથી કંટાળીને લોકોએ ગંદકી ન કરવી તેવા બોર્ડ લગાવ્યા છે.
જ્યારે વરસાદી પાણીના નિકાલ માટેનો પાઈપ નાખવા માટે પણ તંત્ર દ્વારા નાનો ખાંચો કરવાના બદલે કેનાલની ઉપરના ભાગેથી આરસીસીની દિવાલ તોડવામાં આવી રહી છે. જેને જોતાં સ્થાનિકોની ફરિયાદ છે કે તંત્રને થયેલા કામ બગાડવામાં વધુ રસ છે.દક્ષિણ અને પૂર્વ ઝોનના વિસ્તારને જોડતી ખારીકટ કેનાલમાં લાંબા સમયથી ગંદકીની ફરિયાદો આવી રહી છે. જેના અંગે સ્થાનિકોએ જણાવ્યું કે,ઈશનપુર અને ખોખરા વોર્ડને જોડતી કેનાલમાં છેલ્લા થોડાં સમયથી ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને સફાઈ કરાવવામાં તંત્રને રસ લાગી રહ્યો નથી. આથી કંટાળીને લોકોને અપીલ કરવી પડી રહી છે કે અંદર ગંદકી કરવી નહીં. પરંતુ કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેના કારણે પુષ્કળ દુર્ગંધ મારે છે. તેમજ મચ્છરોનો પણ ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, જેના માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા નથી. આ તરફ તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિ. તંત્ર દ્વારા પીવીસી પાઈપ નાખવામાં આવી રહ્યો છે. જેના માટે આરસીસીની દિવાલમાં ગાબડું કરવામાં આવી રહ્યો છે. જેમાં માત્ર નાનો ખાંચો કરવાની જરૂર હતી. જેને જોતાં તંત્રને કામ બગાડવામાં વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું કે, સફાઈ માટેની કામગીરી કરવામાં આવે છે પણ લોકો કચરો ન નાખે તેના માટે બેનર લગાવ્યા છે
Source link