GUJARAT

Ahmedabad: રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર/મેમૂ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમની વિગતો નીચે પ્રમાણે છે.

રદ ટ્રેનો

1. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે.

આંશિક રૂપે રદ ટ્રેનો

1. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

2. તારીખ 14.12.2024 થી 12.01.2025 સુધી ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદ અને આણંદ વચ્ચે આંશિક રદ રહેશે.

3. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

4. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને વિગતો મેળવે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button