ઈડરના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રક ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બાઇક પર જઇ રહેલા બાઇક ચાલક સહિત માતા-પુત્રને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માતા-પુત્રનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. જયારે બાઇક ચાલક પિતાને પણ ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતના અંગે ઇડર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઈડર-અંબાજી હાઇવે ઉપર આવેલ મહારાણા સર્કલ પાસે બુધવારે વહેલી સવારે ધીરજભાઈ સોલંકી પોતાની બાઈક જીજે.09 ડીજી.5384 ઉપર તેમના પત્ની નેહલબેન (ઉ.વ.28) અને પુત્ર મોક્ષ (ઉ.વ.5)ને બાઇક ઉપર બેસાડીને જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક ટ્રક જીજે.09Z.3715ના ચાલકે પુરઝડપે ટ્રક હંકારી બાઇકને ટ્રક મારી દીધી હતી અને અકસ્માતની ઘટના દરમિયાન બાઇકચાલક ધીરજભાઇ સોલંકીના પત્ની નેહલબેન અને પુત્ર મોક્ષનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ.
જયારે ધીરજભાઇને ગંભીર ઇજાઓ થતા ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા વહેલી સવારે બનેલા અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સ્પીડબ્રેકર બનાવવા માંગ
ઇડરના મહારાણા સર્કલ પાસે અકસ્માતોની ઘટનામાં નિર્દોષ લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ સ્પીડબ્રેકર બનાવવા માટેની ઉગ્ર્ર માંગ કરી હતી.
Source link