- બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ આ વર્ષે ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા
- લગ્ન બાદ એક્ટ્રેસના બંને ભાઈઓ વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યા છે
- સોનાક્ષી સિંહાએ ભાઈ સાથેના અણબનાવના સમાચારે ફરી એકવાર વેગ પકડ્યો છે
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં એક્ટ્રેસનો આખો પરિવાર હાજર રહ્યો હતો, જ્યારે તેનો ભાઈ લવ સિંહા કોઈપણ ફંક્શનમાં જોવા મળ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે એક્ટ્રેસનો ભાઈ તેના લગ્નથી નારાજ હતો. લગ્ન પછી સોનાક્ષીનું આ પહેલી રક્ષાબંધન છે પરંતુ આ વખતે તે ઉજવશે નહીં.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. આવામાં લગ્ન બાદ આ કપલ પોતાનું ત્રીજું હનીમૂન મનાવવા ગયા છે અને તે પણ રક્ષાબંધનના બે દિવસ પહેલા. સોનાક્ષીએ પોતે તેના ત્રીજા હનીમૂનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક્ટ્રેસ આ વર્ષે તેના બંને ભાઈઓને રાખડી નહીં બાંધે.
ભાઈ લવ સોનીક્ષીથી છે નારાજ!
લગ્ન પછી સોનાક્ષીની આ પહેલી રાખી છે. આવી પરિસ્થિતિમાં, રક્ષાબંધન પહેલા હનીમૂન પર જવાને લઈને ભાઈ લવ સિંહા સાથે અણબનાવના સમાચારોએ જોર પકડ્યું છે. ફેન્સનું કહેવું છે કે તેનો ભાઈ લવ સિંહા હજુ પણ સોનાક્ષીના લગ્નથી નારાજ છે. કેટલાક ફેન્સે રક્ષાબંધન પહેલા ટ્રિપ પ્લાન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
આ કારણે થયો વિવાદ
રિપોર્ટ મુજબ સોનાક્ષી સિંહા અને તેના પરિવાર વચ્ચે અણબનાવ ત્યારે શરૂ થયો, જ્યારે તેણે ઝહીર સાથે અલગ ધર્મમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. એવું કહેવાય છે કે શત્રુઘ્ન સિંહા અને તેમના પુત્રો ઈચ્છતા ન હતા કે એક્ટ્રેસ મુસ્લિમ ધર્મમાં લગ્ન કરે. જેના કારણે પરિવારમાં ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો.
પતિ ઝહીર ઈકબાલ સાથે જ જોવા મળે છે સોનાક્ષી
જ્યારથી સોનાક્ષીએ લગ્ન કર્યા છે ત્યારથી તે મોટાભાગે તેના પતિ ઝહીર ઈકબાલ સાથે જોવા મળે છે. તે ભાઈ લવ સિંહા સાથે એક વખત પણ જોવા મળી ન હતી. સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ હતી કે આ લગ્નને કારણે ભાઈ-બહેનના સંબંધોનો અંત આવ્યો હતો. પરંતુ સત્ય શું છે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.
Source link